World's Longest Double Decker Fountain Bridge
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં વર્ષ 1975 પછી આબાદી ખૂબ જ ઝડપથી વધી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જગ્યા ઓછી પડી રહી હતી. વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ્સે અહીંની 'હાન' નામની નદી પર બનેલા પુલ ઉપર જ બીજા એક પૂલનું નિર્માણ કરવાનો પ્લાન પ્રસ્તુત કર્યો.જાન્યૂઆરી વર્ષ 1980માં નિર્માણકાર્ય શરૂ કરીને જૂન વર્ષ 1982માં પૂરું કરી લેવામાં આવ્યું અને બની ગયો દુનિયાનો સૌથી લાંબો ડબલ ડેકર ફાઉન્ટેન બ્રિજ. બ્રિજનાં ઉપરનાં ભાગનું સ્થાનિક નામ 'બાન્પો' અને જૂનાં એટલે કે નિચલા ભાગનું નામ 'જામ્સુ' છે.





